વડોદરા પશ્ચિમ: 10 તારીખ ને સોમવારથી RTO ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી 14 દિવસ માટે બંધ રહેશે.
પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી (આરટીઓ) વડોદરા ખાતેના ઓટોમેટેડ ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકની સમારકામની કામગીરી શરૂ થનાર હોવાથી તારીખ ૧૦ થી તા. ૨૩ નવેમ્બર સુધી ડ્રાઇવીંગ ટેસ્ટ ટ્રેકની કામગીરી સંપૂર્ણપણે બંધ રહેશે. આ દરમિયાન, જે અરજદારોએ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે અગાઉથી એપોઈન્ટમેન્ટ મેળવેલ છે, તેઓની એપોઈન્ટમેન્ટ રિ શિડ્યુઅલ કરાઈ છે. નવી એપોઈન્ટમેન્ટની વિગતો સંબંધિત અરજદારોને તેમના નોંધાયેલ મોબાઇલ નંબર પર એસએમએસ થકી મોકલી અપાશે.