માંગરોળ: તાલુકાના આંતરિક માર્ગો બિસ્માર થઈ જતા તાલુકા કોંગ્રેસ પ્રમુખ દ્વારા માર્ગોનું સમારકામ કરવાની માંગ કરાય
Mangrol, Surat | Nov 29, 2025 માંગરોળ તાલુકાના આંતરિક ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ બિસ્માર થઈ જતા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિરેન્દ્રસિંહ ખેર દ્વારા રસ્તાઓના સમારકામની માંગ કરવામાં આવી છે તાલુકાના આસરમા ગામથી વાંસોલી ગામ સુધીનો માર્ગમાં છે ઉપરોક્ત માર્ગ નવો બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે સાથે અન્ય તાલુકાના રસ્તાઓનું પણ સમારકામ કરવામાં આવે તેવી માંગ કરાય છે