અડાજણ: સુરતના અડાજણમાં તબીબ ફરવા રાજસ્થાન ગયા અને ચોરો 30 હજાર ચોરી ગયા
Adajan, Surat | Oct 28, 2025 સુરતના અડાજણમાં ડોક્ટર પરિવાર સાથે જોધપુર ફરવા ગયા અને તસ્કરોએ તેમના બંગ્લાને નિશાન બનાવીને રૂ.30 હજાર રોકડાની ચોરી કરી નાસી ગયાનો બનાવ બન્યો છે.અડાજણ રણછોડપાર્ક બંગ્લા નંબર 2માં રહેતા ડો.રાજેશ ત્રિવેદી દિવાળી વેકેશન હોવાથી પરિવાર સાથે જોધપુર ફરવા 24-ઓકટોબરે રાત્રે નીકળ્યા હતા. જ્યારે બીજા દિવસે તેમના બંગલાને બે તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. વાડામાં આવેલા દરવાજાનું તાળુ તોડીને અંદર પ્રવેશ્યા હતા. અને કબાટનું તાળુ તોડીને અંદરથી ચોરી કરી હતી.