વલ્લભીપુર: વલ્લભીપુર ભાવનગર રોડ પર ચમારડી નજીક કાળુભાર નદીના પુલમાં ટ્રક ખાબક્યો
આજે તારીખ 19 સપ્ટેમ્બર 5 કલાકે મળતી માહિતી મુજબ વલ્લભીપુર ભાવનગર હાઇવે રોડ પર ચમારડી નજીક આવેલ કાળુભાર નદીના બેઠા પુલમાં ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક ખાબક્યો હતો , સદ નસીબે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો , જ્યારે ટ્રક નદીમા ખાબકતા રાહદારીઓ જોવા ઉમટી પડ્યા હતા .