વાંસદા: વાંસદા તાલુકાના ઉમરકુઈ ગામે એકતા પ્રોડ્યુસર ગ્રુપની બેઠક — સખી મંડળની બહેનો દ્વારા આજીવિકા અને માર્કેટિંગ અંગે ચર્ચા
Bansda, Navsari | Oct 28, 2025 નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઉમરકુઈ ગામમાં એકતા પ્રોડ્યુસર ગ્રુપની બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન સખી મંડળની બહેનો દ્વારા આજીવિકા સંબંધિત વિવિધ પ્રવૃત્તિઓ અંગે ચર્ચા કરવામાં આવી. બહેનો દ્વારા આવનારી પ્રવૃત્તિ માટેનું સ્થળ નક્કી કરવામાં આવ્યું હતું તથા માર્કેટિંગ, નફો અને ખર્ચ જેવી મહત્વપૂર્ણ બાબતો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી. બેઠકનો હેતુ બહેનોને આત્મનિર્ભર બનાવવાનો અને સ્થાનિક સ્તરે રોજગારના અવસરો વધારવાનો રહ્યો.