નાગા બાવા આયે હૈ ઉનકા આશીર્વાદ લેલો વડોદરામાં નાગા બાવાનો વેશ ધારણ કરીને ઠગ ટોળકીએ વેપારીને હિપ્નોટાઇઝ કરીને સોનાની ચેન અને વીંટી પડાવી લીધા.વડોદરા શહેરના આજવા રોડ પર ફટાકડાની સ્ટોલ ચલાવનાર વેપારીને કારમાં આવેલા નાગા બાવાના વેશમાં આવેલા શખ્સે હિપ્નોટાઇઝ કરીને સોનાની ચેન અને વિંટી કઢાવી લીધા બાદ કારમાં ફરાર થઇ ગઈ હતી. જેથી વેપારીએ બાપોદ પોલીસ સ્ટેશનમાં નાગા બાવાના વેશમાં આવેલા શખ્સ સહિતના ઓ વિરુદ્ધ ઠગ સામે ફરિયાદ નોંધાવી હતી.