સતલાસણા: જસપુરિયા ગામે રાજ્યપાલનું આગમન,રાત્રી રોકાણ કરી આવતીકાલે સભા કરશે
ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સતલાસણાના જસપુરિયા ગામે આવી પહોંચ્યા છે. આજએ રાત રોકાય કાલે સવારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોને સંબોધન કરશે. આગમન સમયે રાજ્યસભા સાંસદ મયંક નાયક,પાટણ સાંસદ ભરતસિંહ ડાભી,ખેરાલુ ધારાસભ્ય સરદાર ચૌધરી અને જિલ્લા પોલીસવડા હિમાંશુ સોલંકી સહિત પોલીસ અધિકારીઓ અને ગામલોકો હાજર રહ્યા હતા.