મુળી: કોલસાની ખાણમાં સગીર શ્રમિકનો વીડિયો વાયરલ.
સુરેન્દ્રનગર જિલ્લામાં કોલસાની ખાણો ધમધમી રહી છે તેવામાં વધુ એક વખત કોલસાની ગેરકાયદેસર ખાણનો વીડિયો વાયરલ થયો છે જેમાં એક સગીર શ્રમિક કોલસાની ખાણમાં કામ કરતો નજરે પડે છે વિડિયો વાયરલ થતા સ્થાનિક તંત્ર દ્વારા ખનન બંધ હોવાની પોકળ વાતો ઉઘાડી પડી છે.