ઓલપાડ: પુરૂષોતમ જીનીંગ મિલ ખાતે આયોજિત કાર્યક્રમમાં નાણા મંત્રી કનુદેસાઈ હાજર રહ્યા.
Olpad, Surat | Oct 14, 2025 સુરત જિલ્લાકક્ષાના બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનો નાણા અને ઉર્જા મંત્રી તથા સુરત જિલ્લા પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈએ શુભારંભ કરાવ્યો હતો. મંત્રીએ વિકાસરથનું પણ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. ઓલપાડ પુરૂષોતમ જીનીંગ મિલ ખાતે આયોજિત કાર્યક્રમમાં નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 2005માં ખેડૂતોના કલ્યાણ માટે કૃષિ મહોત્સવની શરૂઆત કરાવી હતી.