કવાંટ: ધનપરી ગામના ધવલભાઇ રાઠવા એ જીપીએસસીની પરીક્ષા પાસ કરી મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી, કોણ છે, ધવલભાઈ? જુઓ
છોટાઉદેપુર જિલ્લાના ધનપરી ગામના વતની અને હાલમાં ગ્રામસેવક તરીકે ફરજ બજાવતા ધવલભાઈ વદેસિંગભાઈ રાઠવાએ રાજ્ય કક્ષાની ઉચ્ચ GPSC પરીક્ષા પાસ કરી મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે. જેથી જિલ્લા વાસીઓમાં ખુશી સાથે આનંદ જોવા મળ્યો છે.