કાલોલ: કાલોલના ઘુસરમા મનરેગા યોજનામાં જે કામો સ્થળ ઉપર કરવામાં આવ્યા નહતા તે કામો રાત્રે જે.સી.બી.મશીન દ્વારા કરાયા વિડિઓ વાયરલ
કાલોલ તાલુકાના ઘૂસર ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં મનરેગા યોજના હેઠળ મોટા પાયે ભ્રષ્ટાચારનો ભમરડો ગોળ ગોળ ફરી રહ્યો છે ત્યારે સ્થાનિક જાગૃત નાગરિક કરશનભાઈ નજરૂભાઈ રાઠવાએ પંચમહાલ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી અને કાલોલ ના ઈ ટી.ડી.ઓ ને તા.૫/૮/૨૦૨૫ ના રોજ લેખિતમાં આવેદન સાથે ખોટા ખોટા કરેલ કામોની વિગતો સાથે આવેદનપત્ર આપ્યું હતુ ત્યારે આ ભ્રષ્ટાચારને લઈને અનેક અખબારોમાં સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા ત્યાર બાદ કાલોલ તાલુકા પંચાયતના ટી.ડી.ઓ દ્વારા સ્થળ