વડાલી: શહેરના બસ સ્ટેન્ડ પાસેના હાઈવે રોડ ઉપર બે આખલા લડ્યા,વાહનચાલકો અને લોકો માં ભય.
વડાલી બસ સ્ટેન્ડ ઉપર હાઇવે રોડ વચ્ચે ગઈકાલે સાંજના 7:00 વાગ્યાના સુમારે બે આખલા વચ્ચે યુદ્ધ જોવા મળ્યું હતું ત્યારે વાહન ચાલકો અને લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.કેટલાક લોકો એ પાણી નો મારો ચલાવી બે આખલા ને છુટા પાડ્યા હતા.