બે દિવસ અગાઉ સુરતના ઉત્રાણ વિસ્તારમાં આવેલી સોસાયટીના સિક્યુરિટી ગાર્ડને પિતા પુત્ર દ્વારા માર મારવામાં આવ્યો હતો. કોઈક બાબતે થયેલી સામાન્ય તકરાર અને માથાકૂટ ની અદાવત રાખી સોસાયટીમાં જ રહેતા મનીષ પાનસુરીયા અને તેના પિતા જયસુખ પાનસુરીયા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.લાકડી વડે માર મારી ઇજા પહોંચાડવાના આવી હતી.જે અંગે ભોગ બનનારે આપેલી ફરિયાદના પગલે પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન મંગળવારે સાંજે 6:00 કલાકે ઉત્રાણ પોલીસે ધરપકડ કરી હતી.