ખેરગામ: ખેરગામ ગામના જગદંબા ધામ ખાતે સાંજે નવરાત્રી નિમિત્તે ભાગવત કથા
નવસારી જિલ્લાના ખેરગામ ગામે આવેલું જગદમ્બા ધામ આ વર્ષે શારદીય નવરાત્રીના પાવન અવસર પર ભવ્ય ધાર્મિક રંગતથી ગુંજી ઉઠ્યું. ધામમાં જગમગતા દીવડા, શંખનાદ અને ભક્તોની હરખભરી હાજરીએ સ્થળને પાવન બનાવ્યું. પ્રસિદ્ધ કથાકાર પ.પૂ. પ્રફુલભાઈ શુક્લના પવિત્ર સાનિધ્યમાં દેવી ભાગવત કથાનું મંગલ પ્રારંભ ભક્તિભાવપૂર્વક કરવામાં આવ્યું.