એડવોકેટ કમલ બી. પંડ્યાએ બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખને રજૂઆત કરી છે કે, ૮૫મી એન્યુઅલ જનરલ મિટિંગમાં બરોડા એસોસિએશનના બંધારણમાં સુધારામાટે ઉલ્લેખ કર્યા છે. નવા બંધારણની જોગવાઈ મુજબ જનરલ કે જનરલ બોર્ડની મિટિંગમાં હાજર સભ્યોની સંખ્યામાંથી ૩/૪ સભ્યો પાસ કરે અને ત્યારબાદ તે સુધારો નામદાર સુપ્રીમ કોર્ટમાં મંજૂરી માટે મેળવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.કોટંબી સ્ટેડિયમ રૂ.૨૨૫થી ૨૫૦ કરોડમાં થઈ શકે તેવી ચર્ચા હતી.