મહુવા: ધારાસભ્ય મોહનભાઈ ધોડિયાની રજૂઆત રંગ લાવી મહુવા તાલુકામાં હવે બનશે નવો અંબિકા તાલુકો...
Mahuva, Surat | Sep 24, 2025 મહુવા તાલુકાની અંતરિયાળ ગામોની જનતાને તાલુકા કક્ષાની કચેરીઓ સાથેના કામકાજમાં સુગમતા રહે તેમજ નવુ તાલુકા મથક નજીકમાં જ મળવાથી સામાજિક, આર્થિક, આરોગ્ય અને શૈક્ષણિક સહિતની સર્વગ્રાહી સુવિધામાં વધારો થાય તેમજ અંતરિયાળ ગામોમાંથી તાલુકા મથકે આવવા-જવામાંથી સમય, શક્તિ અને નાણાંનો પણ બચાવ થાય તે માટે 170 મહુવા વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી મહુવા તાલુકાનું વિભાજન કરી નવો અંબિકા તાલુકો બનાવવાની માંગ કરી હતી.