વાવ: વાવ શહેરમાં એન્ડલુમની દુકાનમાં લાગી આગ,આગ લાગતા અફરા તફરી સર્જાઇ
વાવ શહેરમાં આગની ઘટના સામે આવી હતી વાવ શહેરમાં હેન્ડલુમની દુકાનમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો જ્યારે વાવ શહેરમાં બજાર બંધ હોવાથી દુકાનમાં દુકાનની પાછળ કચરો સળગાવવાના કારણે આગ લાગી હતી જ્યારે સ્થાનિક લોકોએ આગને કાબુમાં કરવા પાણી ટેન્કર દ્વારા કોશિશ કરવામાં આવી હતી પરંતુ આગ કાબુમાં ના આવતા થરાદ ફાયર બ્રિગેડ ટીમ અને સ્થાનિકો દ્વારા આગ પર કાબુ મેળવ્યો હતો.