ઇચ્છાપોર પોલીસે ગાંજાના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો છે.માહિતીના આધારે પોલીસે જવાસ ગામ નજીક આવેલ ક્વાસ પાટિયા પાસેથી પ્રતિબંધિત ગાંજા સાથે આરોપી હરચરણ સીંઘ રઘબીર સિંધ ની ધરપકડ કરી હતી.આરોપી પાસેથી 22.59 ગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કરી અન્ય એકને વોન્ટેડ જાહેર કર્યો હતો.ગાંજો પંજાબના તરંગતાર જિલ્લાના રેલ્વે સ્ટેશન બહારથી અન્ય એક ઇસમ પાસેથી ખરીદ્યા હોવાની કબુલાત કરી હતી.જેથી આગળની કાર્યવાહી કાર્યવાહી હાથ ધરી હતી.