નવનિર્મિત પાર્કિંગ પ્લોટ-2ના લોકાર્પણ સમયે કમિશનર મનીષ ગુરવાનીએ જણાવ્યું હતું કે,પહેલીવાર એવું શહેર જોઈ રહ્યો છું જ્યાં દબાણ તૂટવાથી જનતા ખુશ થઈ રહી છે.“ગાંધીધામના લોકો ખુશી ખુશી દબાણ હટાવી રહ્યા છે.લોકો સામેથી ફોન કરીને પૂછી રહ્યા છે કે સાહેબ દબાણ હટાવવા ક્યારે આવી રહ્યા છો. લોકોનું નુકસાન થઈ રહ્યું છે, છતાં જનતા ખુશ છે, કારણ કે તેઓ જોઈ શકે છે કે મહાનગરપાલિકા અને રાજ્ય સરકાર કંઈક નવું કરીને આપી રહી છે.