ખેરાલુ: મંદ્રોપુર ગામે ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને પ્રાકૃતિક ખેતી તાલીમ યોજાઈ
16 સપ્ટેમ્બરના રોજ સવારે 10 કલાકે ખેરાલુના મંદ્રોપુર ગામે ગુજરાત પ્રાકૃતિક ખેતી વિભાગ અને ખેરાલુ બ્રહ્માકુમારી દ્વારા ખેડુતોના પ્રાકૃતિક ખેતી તાલીમ આપી હતી. રાસાયણીય ખેતીથી થતાં નુકસાન અને બીમારીઓ પર સમજ આપી ખેડુતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા અનુરોધ કરાયો હતો. આ કાર્યક્રમમાં ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી,પુર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર,પ્રાકૃતિક ખેતી વિભાગ મહેસાણા અને બ્રહ્માકુમારીના બહેનો અને ખેડુતો હાજર રહ્યા હતા.