લાઠી: લાઠી નજીક વરસડામાં આઈ શ્રી રાજબાઈ મા ની પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય લોકડાયરો:દસ હજાર સ્ક્વેર ફૂટ ડોમ તૈયાર
Lathi, Amreli | Nov 26, 2025 લાઠી નજીક આવેલ વરસડા ગામમાં આઈ શ્રી રાજબાઈ માતાની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે 28મીએ ભવ્ય લોક-ડાયરાનું આયોજન કરાયું છે. સાંજે મહાપ્રસાદની વ્યવસ્થા સાથે સમગ્ર ગામમાં ધાર્મિક વાતાવરણ છવાયું છે. કાર્યક્રમને યાદગાર બનાવવા માટે અને સુવિધાઓ માટે દસ હજાર સ્ક્વેર ફૂટનો વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. કલાકારો દ્વારા આજે સોશિયલ મીડિયા મારફતે સર્વજનને જાહેર આમંત્રણ આપવામાં આવી રહ્યું છે.