વડોદરામાં નટુભાઈ સર્કલ નજીક નશાની હાલતમાં ઇનોવા ચાલકે બેદરકારીપૂર્વક કાર હંકારતાં ચાર વાહનોને અડફેટે લીધા બાદ ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતથી વિસ્તારમાં હાહાકાર મચ્યો અને લોકો ભેગા થઈ ચાલકને કાબૂમાં લઈને તેની ધોલાઈ કરી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ વાહનોને ભારે નુકસાન થયું. પોલીસે નશામાં વાહન ચલાવનાર ચાલક સામે બે ફરિયાદો નોંધાવી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.