ઝાલોદ: ઝાલોદ કન્યા શાળાના નવીન બાંધકામમાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી,બાલવાટિકા જતા બાળકોનુ જીવ જોખમમાં
Jhalod, Dahod | Nov 2, 2025 આજે તારીખ 02/11/2025 રવિવારના રોજ સવારે 10 કલાકે સ્થાનિકો દ્વારા આપેલ માહિતી અનુસાર ઝાલોદ જુની મામલતદાર કચેરી રોડ ઉપર કન્યાશાળા સ્કૂલ નું નવીન બાંધકામ ચાલી રહેલ છે. આ નવીન બની રહેલ કન્યાશાળા ને ફરતે જર્જરીત અવસ્થામાં કોટ આવેલ છે જે ગમે ત્યારે પડી જાય તેવી અવસ્થામા છે અને આ જર્જરીત કોટ બાલવાટિકા પાસે આવેલ માર્ગ પર જ આવેલ છે. બાલવાટિકા શરૂ થવાના ગણતરીના અને નાના નાના બાળકોનો અવરજવર આ માર્ગ પર થનાર છે.