મોડાસા: મહાલક્ષ્મી ટાઉનહોલ ખાતે યુવા રોજગાર કાર્યક્રમ યોજાયો
મોડાસા મહાલક્ષ્મી ટાઉનહોલ ખાતે અન્ન અને નાગરીક પૂરવઠા મંત્રી ભીખુસિંહ પરમારના અધ્યક્ષસ્થાને યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ યોજાયો હતો, આ કાર્યક્રમમાં રોજગારી મેળવનાર યુવક-યુવતીઓએ તેમના પ્રતિભાવો આપ્યા હતા..અરવલ્લી જિલ્લામાં કુલ 457 યુવક-યુવતીઓને રોજગાર પત્રો અને 250 કરતા વધાકે પ્રોવિઝનલ ઑફર લેટર એનાયત કરવામાં આવ્યા હતા.. આ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા સાંસદ શોભનાબેન બારૈયા, મોડાસા નગર પાલિકા ના પ્રમુખ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા..