વોર્ડ નંબર 4 માં આવેલ બદરીયા મસ્જિદ વાળો મોંહલ્લામાં ચાર મહિનાથી પાણી ઓછું આવતું હોય નગરપાલિકામાં હલ્લાબોલ
Patan City, Patan | Sep 15, 2025
પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 4 માં આવેલ બદરીયા મસ્જિદ વાળો મોંહલ્લામાં અને સાબુ ડેલામાં છેલ્લા ચાર મહિનાથીપીવાનું પાણી મળતું નથી જેની રજૂઆતો વારંવાર નગરપાલિકાના સ્થાનિક કોર્પોરેટર અને નગરપાલિકાના વહીવટી અધિકારીઓને કરવામાં આવેલ હતી નગરપાલિકા દ્વારા ડબલ વેરા કરી દેવામાં આવ્યા છે તેમ છતાં આ વિસ્તારની જનતાને પ્રાથમિક જરૂરિયાત એવી પાણીની સુવિધા મળતી ન હતી વારંવારની રજૂઆતો કરવા છતાં આ સમસ્યાનો ઉકેલ આવેલ ન હતો આજે ઉગ્ર વિરોધ કરાયો હતો