વડોદરા શહેરના જામ્બુઆ હાઇવે પર બની હિટ એન્ડ રન ની ઘટના ઘટી હતી.બે બાઈક સવારને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લીધા હતા.બાઇક સવાર બંને રેલવેના કર્મચારી હોવાની માહિતી છે. બંને વ્યક્તિ નોકરથી પરત ઘરે જઈ રહ્યા હતા દરમિયાન અકસ્માતનો ભોગ બન્યા હતા.અકસ્માતની આ ઘટનામાં એક યુવાન નુ મોત નીપજ્યું હતું જ્યારે એક ઇજાગ્રસ્ત થયો હતો.ઇજાગ્રસ્તને સારવાર અર્થે રેલવે હોસ્પિટલ ખસેડાયો હતો તેમજ મૃત યુવાન નો મૃતદેહને પી એમ અર્થે ખસેડાયો હતો.