પ્રાપ્ત વિગતો મુજબ આજરોજ રાત્રે આઠ વાગ્યે કાલોલ ગોધરા હાઈવે રોડ સ્થિત હિમતપુરા બસસ્ટેન્ડ પાસે ઈકો કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જે અક્સ્માતમાં ઈકોમાં આગળ બેઠેલ લોકોને સામાન્ય ઈજાઓ પહોંચતા તાત્કાલિક તેમણે કાલોલ રેફરલ હોસ્પિટલમાં દવા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.જ્યારે ટેન્કર નો ચાલક ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.