આજે શુક્રવારે સાંજે ૭ વાગ્યાની આસપાસ નવરંગપુરા પોલીસે તપાસ હાથ ધરી છે.જેમાં લો ગાર્ડન પાસે કોલેજના એક વિદ્યાર્થીને અન્ય કેટલાક વિદ્યાર્થીઓએ માર માર્યો હતો. BBA સેમેસ્ટર-2માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીની અન્ય વિદ્યાર્થી સાથે રેસ લગાવવા જેવી બાબતે બોલાચાલી થઈ હતી. રેસ લગાવવા બાબતે મેસેજમાં બોલાચાલી થયા બાદ વિદ્યાર્થી રોહિતને પ્રભજીતસિંગ કલસી સહિતના વિદ્યાર્થીઓએ માર માર્યો હતો. હાથમાં પહેરેલું કડું રોહિતના માથામાં મારતા તેને ગંભીર ઈજા પહોંચી હતી.