મોરબી–રાજકોટ હાઈવે નજીક શ્રીજી એસ્ટેટ પાસે છેલ્લા વીસેક વર્ષથી પરિશ્રમપૂર્વક ઊભા કરાયેલા વનને બચાવવા માટે સરકાર પાસે મદદની માંગ ઉઠી છે. પર્યાવરણ સંરક્ષણના નામે “એક પેડ માં કે નામ” જેવી યોજનાઓનો પ્રચાર થઈ રહ્યો છે, ત્યારે વાસ્તવિકતામાં અહીં 400થી વધુ વૃક્ષોનું નિકંદન થતું હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે.