જૂનાગઢ જિલ્લાની SOG ટીમ દ્વારા નશીલા પદાર્થો સામે સઘન કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે. આ દરમિયાન SOG ટીમે મહત્વની સફળતા હાંસલ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સાસણ ગીર નજીક એક વ્યક્તિએ તેના રહેણાંક મકાનની પાછળ ગેરકાયદેસર રીતે ગાંજાનો છોડ ઉગાડ્યો હોવાની બાતમીના આધારે SOG ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ઘરની પાછળથી અંદાજે ૩ કિલોગ્રામ વજનનો ગાંજાનો છોડ મળી આવ્યો હતો.