પૂર્વ-કચ્છLCB એ ગાંધીધામ વિસ્તારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.એક સફેદ કલરના પીકઅપ ડાલામાંથી 31.20 લાખની કિંમતની 2400 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો.પોલીસે પ્રોહી મુદ્દા માલ, રોકડા રૂપિયા મોબાઇલ અને પીકઅપ ડાલુ વાહન સહિત કુલ 36,25,700 નો મુદ્દામાલ કબજે કર્યો છે.આ કાર્યવાહીમાં બકાભાઇ ઉર્ફે બકુલ શકતા ભરવાડની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે માલ ભરાવી આપનાર પલાસવાનો રણમલ ભાલા ભરવાડ હાજર ન મળી આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે.