વડોદરા: એસએસજી હોસ્પિટલ દ્વારા સાતમું અંગદાન,પદમલાના બ્રેઈનડેડ જાહેર કરાયેલા દર્દીનું અંગદાન કરાયું
વડોદરા : પદમલાના વણકરવાસમાં રહેતા 56 વર્ષીય હિતેન્દ્રભાઈ પરમારને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેઓ બ્રેઇન ડેડ હોવાનું જાણવા મળતા દર્દીના સંબંધીઓને તબીબોની ટીમ દ્વારા અંગદાન અંગેની સલાહ આપવામાં આવી હતી.પરિવારજનોની સંમતિ બાદ લીવર, બંને કિડની અને બંને કોર્નિયાનું દાન કરવામાં આવ્યું હતું.જેને ગ્રીન કોરિડોર કરી લઈ જવામાં આવ્યા હતા.