સંજેલી: સંજેલી કોટા મહાકાળી મંદિરે અન્નકૂટ મહાપ્રસાદીનું આયોજન કરાયું
Sanjeli, Dahod | Nov 5, 2025 આજે તારીખ 05/11/2025 બુધવારના રોજ સાંજે 4 કલાકથી સંજેલી તાલુકાના કોટા મહાકાળી મંદિરે અન્નકૂટ મહાપ્રસાદી સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.સંજેલીના કોટા ગામે મહાકાળી માતાના મંદિરે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ અન્નકુટ,આરતી,મહાપ્રસાદી સહિત ગરબાના આયોજનો કરવામાં આવ્યા હતા . મહાકાળી મંદિરે કારતક સુદ-૧૫(પુનમ) ના દિવસે શ્રી મહાકાળી માતાજી ના મહા અન્નકુટ નું અયોજન કરવામાં આવ્યું હતું.