બોટાદ: જિલ્લા પંચાયત દ્વારા વર્ષ 2025-26 માટે જિલ્લાનું રૂપિયા 340 કરોડનું બજેટ સર્વાનુમતે મંજુર,DDO એ આપી માહીતી
Botad, Botad | Mar 10, 2025 બોટાદ જિલ્લા પંચાયત કોન્ફરન્સ હોલ ખાતે બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમારની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયતના વિવિધ સમિતિઓના ચેરમેન ચૂંટાયેલા સદસ્યોની સામાન્ય સભાની બેઠક યોજાઇ હતી. બોટાદ જિલ્લામાં વિવિધ વિકાસના કામોને લઈ વર્ષ 2025-26 માં ખર્ચ માટે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતના સચિવ અને જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાણીયા દ્વારા આ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. રૂપિયા 340 કરોડની રકમનું બજેટ સામાન્ય સભામાં રજૂ કરવામાં આવ્યુ