જૂનાગઢ દક્ષિણ રેન્જ વન વિભાગ દ્વારા ખડીયા ખાતે આવેલ વન વિભાગ વિસ્તરણની નર્સરીમાં જૂનાગઢ તાલુકાના ઇકો-સેન્સેટિવ ઝોન વિસ્તારમાં આવતા ગામો માટે એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યશાળાનો મુખ્ય ઉદ્દેશ્ય વન્યપ્રાણીઓ અને માનવીઓ વચ્ચેના સંઘર્ષ (ઘર્ષણ) ઘટાડવા અને આ અંગે સ્થાનિક લોકોમાં જાગૃતિ લાવવાનો હતો.