ઝઘડિયા: રતનપુર નજીક બે કાર વચ્ચે અકસ્માત, સદનસીબે જાનહાની નહીં.
ઝઘડિયા તાલુકાના રતનપુર ગામ નજીક એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.ઝઘડિયા-રાજપારડી માર્ગ પર આવેલા રતનપુર નજીક બે કાર વચ્ચે અચાનક સામ-સામે જોરદાર ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો.