મોરબી શહેરમાં રહેણાંક મકાન, દુકાન, શોપિંગ, મંદીરોમા ચોરી થતી હોય છે ત્યારે હવે મસ્જીદો પણ સેફ નથી રહી ત્યારે મોરબીના નવાડેલા રોડ પર ઘાંચીશેરીમા આવેલ ફારુકી મસ્જીદમા તસ્કરે આંટા ફેરા કરી દાનપેટી તોડી દાનપેટીમાથી રોકડ રકમની ચોરી કરી હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.