કડી શહેર તેમજ પંથકની અંદર દિવસેને દિવસે ક્રાઈમ ની ઘટનાઓમાં વધારો થતો હોય તેવું જોવા મળી રહ્યું છે.ત્યારે ફરી એકવાર કડી જાસલપુર રોડ ઉપર ખુની ખેલ ખેલાયો હતો.જેમાં લાકડાનો ધંધો કરતા યુવક ગઈ તારીખ 3 જુલાઈ ના રોજ 10:30 વાગ્યા ની આજુ બાજુ એકટીવા લઈને જઈ રહ્યો હતો.તે દરમિયાન ચાર ઈસમો પિકઅપ ડાલુ લઈને આવી પહોંચ્યા હતા અને એકટીવા લઈને જઈ રહેલ યુવકને ટક્કર મારી નીચે પાડી દીધો હતો.અને ધારિયા જેવા તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરતા યુવકને માથાના ભાગે તેમ જ શરીરના