ઉત્તરાયણનો તહેવાર 14 અને 15 મી જાન્યુઆરી બે દિવસ ઉજવવામાં આવે છે.ગુજરાતમાં 14 જાન્યુઆરી 2026ના રોજ આશરે 35.42 ટકા અને 15 મી જાન્યુઆરી 2026 ના રોજ આશરે 29.20 ટકા જેટલા ઈમરજન્સી કોલ્સમાં વધારો નોંધાવાની શક્યતા છે.ત્યારે સામાન્ય દિવસોમાં આશરે 4424 જેટલા કોલ્સ નોંધાય છે જે 14 મી જાન્યુઆરી 2026 એટલે કે ઉતરાણના દિવસે આશરે 5991 અને 15 મી જાન્યુઆરી 2026 એટલે કે વાસી ઉત્તરાયણના રોજ 5716 જેટલા કેસમાં વધારો નોંધાવાની શક્યતા છે.