વડોદરા પશ્ચિમ: એરપોર્ટ પર નવો પાર્કિંગ ચાર્જ લાગુ, રિક્ષા ને પ્રવેશબંધી
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI)એ આજે 2 નવેમ્બરને રવિવારથી વડોદરા એરપોર્ટ પર નવી વાહન પાર્કિંગ મેનેજમેન્ટ સિસ્ટમ લાગુ કરી છે. પાર્કિંગ કોન્ટ્રાક્ટ મેસર્સ SS મલ્ટિ સર્વિસિસને આપવામાં આવ્યો છે, જેણે આજથી નવા નિયમ સાથે નવો પાર્કિંગનો ચાર્જ લાગુ કર્યો છે. આ નિયમ પ્રમાણે, પ્રાઇવેટ ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનો માટે આઠ મિનિટ સુધી કોઈ ચાર્જ રહેશે નહીં, બાદમાં નિયત કરેલ ચાર્જ વસૂલવામાં આવશે.