ચુડા: ચુડા ના કોરડા ગામની ચોરી નો આરોપી રૂપિયા 4 લાખના મુદામાલ સાથે ઝડપાયો.
ચુડા તાલુકા ના કોરડા ગામની ઘરફોડ ચોરી નો આરોપી પોલીસે ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે. ચુડા પોલીસ સ્ટેશને થી પ્રાપ્ત થતી વિગતો મુજબ કોરડા ગામના રહેણાંક મકાન માં સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ ચોરી ની ફરિયાદ ચુડા પોલીસ સ્ટેશને નોંધાઇ હતી. જે ગુનામાં પોલીસે આરોપી કલ્પેશ ભરતભાઈ હંશોરા રહે ખોડુ તાલુકો વઢવાણ વાળા ને પોલીસે ઝડપી પાડી રૂપિયા ચાર લાખ નો મુદામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.