ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગેરકાયદેસર રહેતા ભાડુઆતને લઈને સીલ મારવાની કાર્યવાહી ભાવનગર મહાનગરપાલિકા દ્વારા રૂવા વિસ્તારમાં આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગેરકાયદેસર રીતે ભાડુઆત રહેતા હોય જેને લઈને અગાઉ નોટિસ આપવામાં આવી હતી અને ભાડુઆત ને ફ્લેટ ખાલી કરી દેવા માટે સૂચના હતી પરંતુ ફ્લેટ ખાલી ન કરાતા આજે મહાનગરપાલિકાની ટીમ દ્વારા આવાસના ફ્લેટ ખાલી કરાવી સિલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી.