લીલીયા: લીલીયા મોટા ગામમાં ભૂગર્ભ ગટરનું કામ અટક્યું: ઇન્ચાર્જ સરપંચ દ્વારા કાર્યપાલક ઈજનેરને તાકીદનો પત્ર
Lilia, Amreli | Nov 27, 2025 લીલીયા મોટા ગામમાં ભૂગર્ભ ગટરનું કામ લાંબા સમયથી અટકી પડ્યું છે. અનેક વિસ્તારોમાં લાઈન બ્લોક, ચોંક-અપ અને નવી લાઈનની જરૂરીયાત હોવા છતાં ચોમાસા બાદ પણ કામ શરૂ ન થતા ઇન્ચાર્જ સરપંચ વિજયભાઈ શેખલિયાએ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરને પત્ર લખી તાત્કાલિક કાર્યવાહી કરવાની માગ કરી છે.