પ્રાંતિજના દલપુરની એશિયન ગેનિટો કંપનીમાં મજુર બદલવા બાબતે ઝઘડો પ્રાંતિજ તાલુકાના દલપુરની સીમમાં આવેલ એશિયન ગેનિટો સિરામીક ફેકટરીમાં બે દિવસ અગાઉ મજુરોની અવાર નવાર બદલી કરવા બાબતે તથા કાયમી મજુર રાખવાના મુદ્દે સુધાકર વિક્રમજી શુકલા (રહે.સલાલ, પ્રાંતિજ)એ નરેશ દલપતભાઈ પરમાર સાથે મજુરોની અવાર નવાર બદલી કરવાની ના પાડતાં ઉશ્કેરાયેલા સુધાકર શુકલાએ ગાળો બોલી હાથમા રહેલ નાની ચાઇના બ્લેડથી માથામાં હુમલો કરી