ભાવનગર સ્થિત સેન્ટ્રલ જીએસટી વિભાગની બે અલગ અલગ ટીમો આજે કેશોદ પહોંચી હતી. ટીમ દ્વારા કેશોદની મારૂતિ પ્લાયવુડ તેમજ વિનાયક પ્લાયવુડ નામની બે પેઢીમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.સેન્ટ્રલ જીએસટી અધિકારીઓ દ્વારા ખાસ કરીને બહારના રાજ્યોમાંથી થતી પ્લાયવુડની ખરીદ-વેચાણ, બિલિંગ, ટેક્સ રિટર્ન તેમજ જીએસટી ચૂકવણી સંબંધિત દસ્તાવેજોની બારીક ચકાસણી કરવામાં આવી રહી છે. સેન્ટ્રલ જીએસટી ટીમ દ્વારા કેશોદ શહેરમાં સતત આઠ કલાકથી વધુ સમયથી તપાસ કાર્યવાહી ચાલુ