ખેરગામ: ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લામાં સેવા પખવાડિયા ની ઉજવણી અંગે જિલ્લા ભાજપ પ્રમુખ એ સમગ્ર માહિતી આપી
દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના 75 જન્મદિન નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવશે. આ દરમિયાન નવસારી જિલ્લામાં વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રક્તદાન શિબિરો, મેડિકલ ચેકઅપ કેમ્પ, વૃક્ષારોપણ, સરકારી હોસ્પિટલો ખાતે ફળ વિતરણ, આંગણવાડીના બાળકોને બિસ્કીટ વિતરણ, ગૌશાળાઓમાં સેવા તેમજ સફાઈ અભિયાન જેવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે.