ખેડા-બારેજા નેશનલ હાઈવે પર ડુંગરીટીંબા લાટ પાસે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આઇસર ટ્રક અને એજેક્સ મશીન વચ્ચે થયેલી ટક્કરમાં એક મહિલા મજૂરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક મજૂર ગંભીર રીતે ઘાયલ થયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, ખેડા તરફથી બારેજા તરફ મજૂરી કરવા જઈ રહેલા મજૂરો એજેક્સ મશીનમાં સવાર હતા. ખેડા તરફથી આવી રહેલી એક આઇસરે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.