ગોધરા તાલુકાના ગદુકપુર ગામ નજીક ઈકો કારના ચાલકે એક રાહદારીને અડફેટે લઈ ઈજાઓ પહોંચાડ્યાની ઘટના સામે આવી છે. ગદુકપુર આઈટીઆઈ પાસે રહેતા કલીબેન રમણભાઈ રાવળે ગોધરા તાલુકા પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ 14 ડિસેમ્બરની સાંજે તેમના પતિ રમણભાઈ રાવળ ગદુકપુર આઈટીઆઈ ગેટ નજીક તાજપુર છીપા માર્ગ પરથી પગપાળા જઈ રહ્યા હતા ત્યારે ઈકો કારના ચાલકે તેમને ટક્કર મારી હતી. અકસ્માતમાં રમણભાઈને ઇજા પહોંચી હતી. ઘટનાબાદ કારચાલક પોતાની કાર સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો