સુઈગામ: સુઈગામ પોલીસે વિખૂટા પડેલા દંપતીનું સમાધાન કરાવ્યું
સુઈગામ પોલીસે માનવીય અભિગમ દાખવી બે વર્ષથી પિયરમાં રહેતી એક પરિણીત મહિલાનું તેના પતિ સાથે સુખદ સમાધાન કરાવ્યું છે. પી.આઈ. એચ. એમ. પટેલ અને હેડ કોન્સ્ટેબલ ભુરાજીએ દંપતીનું કાઉન્સેલિંગ કરી તેમનો ઘર સંસાર બચાવ્યો હતો.