ગુજરાત સરકાર દ્વારા ગ્રામ્ય વિકાસને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે ૮૫-માણાવદર વિધાનસભા મત વિસ્તારના માણાવદર, વંથલી અને મેંદરડા તાલુકાના કુલ ૨૭ ગામોમાં નવા પંચાયત ઘરના નિર્માણ માટે રૂ. ૫ કરોડ ૩૪ લાખથી વધુની ગ્રાન્ટ મંજૂર કરી છે. આ નિર્ણયથી ગ્રામ્ય વિસ્તારોમાં વહીવટી કામગીરી વધુ સરળ બનશે તેમજ ગ્રામજનોને સરકારી સેવાઓ એક જ જગ્યાએ મળી રહેશે.